મોરબીમાં ઘુટુ નજીક હરિ ઓમ પાર્ક પાસે તંત્ર દ્વારા નાગબાઈમાંનું મંદિર તોડી પડાતા લોકોમાં રોષ

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર – હળવદ ફોર લેન રસ્તાનું કામ ચાલે છે ત્યારે ઘુટુ નજીક હરિ ઓમ પાર્ક પાસે આસ્થાના કેન્દ્ર નાગબાઈમાંનું મંદિર રસ્તામાં આવતું હોવાથી તોડી નાખતામાં આવતા લોકોમાં રોષ ભરાયો છે.

સમગ્ર વિગત અનુસાર, મહેન્દ્રનગર – હળવદ ફોર લેન રસ્તાનું કામ ચાલે છે. આ કામગીરી દરમ્યાન ઘુટુ નજીક હરિ ઓમ પાર્ક પાસે વર્ષો જૂનું નાગબાઈમનુ મંદિર આવેલું છે. આ મંદિરમાં દરરોજ ઘણા લોકો દર્શન કરવા માટે આવતા હતા. ત્યારે લોકોની આસ્થાના કેન્દ્ર ગણાતા આ નાગબાઈમાંનું મંદિર કોઈ પણ પ્રકારની જાણ વગર તોડી પાડવામાં આવતા લોકો રોષે ભરાયા છે.

- text

ડીમોલેશન અંગે આર.એન.બી.ના અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે, આ રોડની જે જગ્યા છે ત્યાં દબાણ કરેલું હતું. તે અંગે આજે ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબીથી માંદર સુધી એક દરગાહ, એક મંદિર અને ઘુટુ પાસે બે મંદિર ઉપરાંત દસ જેટલી દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યા હતા. તે દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ બાકીની કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી અગાઉ ત્રણ-ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં તેમના દ્વારા દબાણ દૂર ન કરતા તંત્ર દ્વારા ડીમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text