માધાપર-મોરબી રોડ પર ખુલ્લી ગટરમાં રિક્ષા ફસાઈ 

- text


મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટર અને ગટરના તૂટેલા ઢાંકણાના કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે આજે માધાપર-મોરબી રોડ પર ખુલ્લી ગટરમાં રિક્ષા ફસાઈ હતી. માધાપર-મોરબી રોડ પર વરસાદનું પાણી ભરાયેલું હોય ત્યાંથી પસાર થઈ રહેલી એક રિક્ષાનું આગળનું ટાયર ખુલ્લી ગટરમાં ફસાઈ ગયું હતું. ત્યારબાદ રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી. જો કે જાનહાનીના કોઈ સમાચાર નથી. પરંતુ અવારનવાર આ ખુલ્લી ગટરોમાં વાહનો અને લોકો પડતા હોય છે ત્યારે જો કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે અને તાત્કાલિક આવી ગટરોનું સમારકામ કરાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

- text