મોરબીના પ્રભુભાઈ કડીવાર લિખિત પુસ્તક “સંસારમાં કંસાર” વાંચવા લાયક 

- text


પુસ્તકમાંથી થતી આવક વાત્સલ્ય બાલાશ્રમના બાળકો માટે જ વપરાય છે

મોરબી : મોરબીના વાઘપર ગામના વતની અને બંગાવડી તેમજ થોરીયાળીના પાટિયા પાસે અમૃતલાલ મોહનલાલ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ભવ્ય અને દિવ્ય વાત્સલ્ય બાલાશ્રમ (અનાથ આશ્રમ)ના સંચાલક પ્રભુભાઈ કડીવાર લિખિત પુસ્તક ”સંસારમાં કંસાર”ને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પુસ્તક દરેકે અચૂક વાંચવું અને વંચાવવું જોઈએ.

મહત્વનું છે કે, પ્રભુભાઈ કડીવાર

- text

સંચાલિત વાત્સલ્ય બાલાશ્રમ (અનાથ આશ્રમ)માં માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધેલાં અનાથ દીકરા-દીકરીઓનું લાલન પાલન અને પોષણ કરવામાં આવે છે. બાળકોની તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આ બાલાશ્રમના સંચાલક તરીકે જવાબદારી વહન કરતા પ્રભુભાઈ કડીવારે 30 જેટલા દિલેર દાતાઓના સહયોગથી ”સંસારમાં કંસાર” પુસ્તક લખ્યું છે. જેમાં પ્રવર્તમાન સમયમાં ખુબજ સગવડ અને સુવિધાઓ છે, ગાડી, બંગલા,એસી, મોંઘા મોંઘા મોબાઈલ, બધું જ છે છતાં આજે લોકો અનેક આધિ વ્યાધિથી ત્રસ્ત છે. આજે સંસારમાં પતિ-પત્નીના ઝઘડા, ભાઈ-ભાઈના ઝઘડા, કોર્ટ કચેરીના ધક્કા, અનેક પ્રકારના પારિવારિક ઝઘડા, લગ્ન વિચ્છેદ, બળાત્કાર, છેડતી, આત્મહત્યા, નિરાશા, હતાશા, વગેરેના કારણે મધુર અને મુલાયમ સંસાર કડવો અને બરછટ થઈ ગયો છે. એક સમય એવો હતો કે માનવ જીવનમાં સગવડોનો અભાવ હતો, માનવજીવન અગવડો, મુશ્કેલીઓથી ભરેલું હતું. માનવજીવનની અગત્યની પાયાની જરૂરિયાત રોટી, કપડાં અને મકાનની કમી હતી. સતત સંઘર્ષ અને સતત મહેનત કરવી પડતી હતી છતાં એક પતિ-પત્નીને પાંચ-પાંચ, છ-છ સંતાનો હતા. સૌ સંયુક્ત પરિવારમાં રહેતા છતાં લોકો પ્રેમભાવથી રહેતા, કઠોર પરિશ્રમ કરતા, અનેક અભાવો વચ્ચે ક્યારેય આત્મઘાતનો વિચાર ન્હોતા કરતા. જ્યારે આજે નાની બાબતોમાં લોકો આત્મહત્યા કરતા થયા છે. દિનપ્રતિદિન સમાજમાં લડાઈ ઝઘડા વધતા જાય છે ત્યારે પ્રભુભાઈ કડીવારે ભૂતકાળ અને વર્તમાનના બદલાતા સમીકરણો, યુવાધનની સમસ્યાઓ, સુખ કેમ મળતું નથી? દુઃખનું કારણ અપેક્ષા, દુઃખના દરવાજા બંધ કરી દો, બાળક માત્ર ઈશ્વરનું એક રૂપ, વગેરે જેવા 58 અધ્યાયોમાં લેખકે રામાયણ, મહાભારત, ભાગવત, શિવપુરાણ, ઉપનિષદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોનો આધાર લઈને બહુજન સુખાય બહુજન હિતાય, બહુજન આનંદાય, બહુજન નિરામયાયના ભાવ સાથે સંસાર જીવનના કંસારમાં મધુરતા આવે એ માટે આ પુસ્તક ખુબજ ઉપયોગી, વાંચવા અને વંચાવવા લાયક છે. તેમજ આ પુસ્તકમાંથી જે કંઈ આવક થશે એ તમામ ધનરાશી બાલાશ્રમના બાળકોના હિતાર્થે વપરાવવાની હોય દિનશભાઈ વડસોલા આચાર્ય અને જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીએ આ સંસારમાં કંસાર પુસ્તક સૌ સુજ્ઞ લોકોને વાંચવા અને વંચાવવા અનુરોધ કર્યો છે.

- text