માળિયા તાલુકાની પાણીની સમસ્યા મામલે યુથ કોંગ્રેસની CMને રજુઆત : 10 દિવસનું અલ્ટીમેટમ

- text


માળિયા : માળીયા તાલુકામાં પાણીની સમસ્યાનો નિકાલ કરવા મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદિપ કાલરીયા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. અને જો ૧૦ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે માળીયા તાલુકામાં ખીરઈ ગામે આવેલ સંપ તથા પીપળીયા ચાર રસ્તે આવેલ સંપ દ્વારા માળીયા તાલુકાના તમામ ગામોને ૨૪ કલાક પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તેમ છતાં પણ માળીયા તાલુકાના ગામોમાં પાણીની તંગીની સમસ્યા રહેતી હતી.

હાલમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ૨૪ કલાક પાણીનો કાપ મુકવામાં આવેલ છે. જો ૨૪ કલાક પાણીનો કાપ મુકી પાણી વિતરણ કરવામાં આવે તો માળીયા તાલુકાના તમામ ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. જેથી માળીયા તાલુકાના તમામ ગામો સતત ૨૪ કલાક પાણી મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવે.

- text

જો આ પાણીની સમસ્યાનો દિન-૧૦ માં નિકાલ કરવામાં નહી આવે તો ના છુટકે ગામ લોકોને સાથે રાખી જન આંદોલન કરવાની ફરજ પડશે. તેમ અંતમાં જણાવાયુ છે.

- text