મોરબી, ટંકારા અને હળવદમાં ફરી વરસાદી માહોલ જામ્યો

- text


હળવદમાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યા બાદ મેઘરાજાનો વિરામ

મોરબી : મોરબી જિલ્લામાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે. જેમાં આજે રાત્રે મોરબી, ટંકારા અને હળવદમાં ઝાપટા પડ્યા છે. હળવદમાં તો 2 કલાકમાં એક ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

આમ તો ચોમાસુ ગુજરાત ઉપરથી વિદાય લઈ રહ્યું છે. છતાં પાછોતરો વરસાદ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર આજે વરસ્યો છે. જેમાં હળવદ સાંજે 6 થી 8 દરમિયાન 23 મિમી વરસાદ પડ્યો છે. હાલ અહીં વરસાદે બ્રેક પાડ્યો છે. બીજી તરફ મોરબી અને ટંકારા પંથકમાં અત્યારે વરસાદી માહોલ છે. બપોર સુધી તડકો- છાયો રહ્યા બાદ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

- text

- text