શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં અપસેટ ! પ્રિયવદન કોરાટની હાર, જે.વી.પટેલની જીત 

- text


સરકારી શિક્ષક વિભાગમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા વિજેતા 

રાજકોટ : ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સરકારી શિક્ષક અને સંચાલક મંડળની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે, છેલ્લી પાંચ ટર્મથી સંચાલક મંડળમાં એકચક્રી શાસન કરનાર પ્રિયવદન કોરાટ સામે બબ્બે મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતર્યા બાદ વિધાનસભા અને લોકસભા જેવો હાઈવોલ્ટેજ ડ્રામાં વચ્ચે ગુરુવારે મતગણતરી બાદ પ્રિયવદન કોરાટની હરીફ ઉમેદવાર જે.વી.પટેલ સામે હાર થઇ હતી. જે.વી.પટેલ 386 મતે વિજેતા બન્યા હતા જયારે સરકારી શિક્ષક વિભાગમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા વિજેતા બન્યા હતા.

રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મંગળવારના રોજ રાજ્યના ૫૮ મતદાન મથકો ઉપર સરકારી શિક્ષક અને સંચાલક મંડળની ૨ બેઠકોની ચૂંટણી સમગ્ર રાજ્ય કક્ષાએ યોજાઈ હતી, જેમાં સરકારી શિક્ષકમાં ૪૬૭૭ પૈકી ૩૬૯૬ મતદારોએ જયારે સંચાલક મંડળમાં ૬૩૧૦ પૈકી ૪૪૩૭ મતદારોએ મતદાન કરતા ૭૦ જેટલું મતદાન થયું હતું. આ બે બેઠકો પૈકી મહત્વની ગણાતી સંચાલક મંડળની બેઠક ઉપર તીવ્ર સ્પર્ધા અને ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં પાંચ ટર્મથી ચૂંટાતા સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટને અમદાવાદ રાણીપના જે. વી. પટેલે હરાવી 386 મતે વિજય મેળવ્યો હતો.

- text

શિક્ષણબોર્ડની ચૂંટણીમાં સરકારી શિક્ષકમાં ચેતનાબેન ભગોરા – અમદાવાદ, દિવ્યરાજસિંહ જાડેજા કચ્છ, વિજયભાઈ ખટાણા ભાવનગર વચ્ચે પણ શિક્ષકના અસ્તિત્વનો જંગ ખેલાયો હતો જેમાં મતગણતરીના અંતે સરકારી શાળાના શિક્ષક વિભાગમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા વિજેતા બન્યા હતા.

- text