વાંકાનેરમાં પેન્શન તથા સહાય મેળવતા લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરાવવા અપીલ

- text


વાંકાનેર : સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના તેમજ ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના (વિધવા સહાય)નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરવા વાંકાનેર મામલતદાર યુ.વી.કાનાણીએ જણાવ્યું છે.

તેઓએ જણાવ્યું છે કે લાભાર્થીઓને દર વર્ષે હયાતીની ખરાઈ કરાવવાની રહે છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવેલ ન હોય તેવા લાભાર્થીઓએ સહાય શાખા, ડાબી બાજુ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, વાંકાનેર ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક તેમજ બેંક પાસબુક સાથે તા.૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા જણાવવામાં આવે છે. વિકલ્પે હયાતીની ખરાઈ ન થયે અત્રેથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીની પેન્શન બંધ કરવાની કાર્યવાહી નિયમોનુસાર હાથ ઘરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text