મોરબીના ગાળાના નાગરિકે તત્કાલીન કલેકટર-ડીડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી 

- text


રાજાશાહી સમયની જમીન હોવા છતાં સરકારી જમીન ગણી દબાણ હટાવતા અરજી કરાઈ 

મોરબી : મોરબી – કચ્છ નેશનલ હાઇવેથી સાપર સુધી રસ્તો બનાવવા માટે ગાળા ગામે રાજાશાહી સમયની જમીન ધરાવતા નાગરિકના રહેણાંક મકાન તેમજ વરંડાને દબાણ ગણી તોડી પાડવા મામલે અરજદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી કરી તત્કાલીન કલેકટર, ડીડીઓ, ટીડીઓ, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગના ઇજનેર, તલાટી કમ મંત્રી અને તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધવા માંગણી કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગાળા ગામે રહેતા અરજદાર ભાણાભાઈ ઉર્ફે ભાણજીભાઇ ગલાભાઇ જીતિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી કરી તત્કાલીન કલેકટર, ડીડીઓ, ટીડીઓ, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગના ઇજનેર, તલાટી કમ મંત્રી અને તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધવા માંગણી કરતા જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ આરોપીઓએ મોરબી – કચ્છ નેશનલ હાઇવેથી સાપર સુધી રસ્તો બનાવવા માટે ગાળા ગામે તેઓની માલિકીના રાજાશાહી સમયમાં મળેલા 400-400 વારના પ્લોટને દબાણ ગણી માલિકીની જમીનમાં ઉભેલા બાંધકામ હટાવવા કાર્યવાહી કરી હતી. આ મામલે અરજદાર ભાણાભાઈએ તમામ માલિકી પુરાવા પણ રજૂ કરી મુખ્યમંત્રીથી લઈ માનવ અધિકાર પંચ સુધી લેખિત રજુઆત કરતા ચકચાર જાગી છે.

- text

- text