હળવદ તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં તક્ષશિલા વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવ્યો

- text


હળવદ : GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી- મોરબી આયોજિત હળવદ તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં તક્ષશિલા વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

‘ગરવી ગુજરાત’ થીમ પર યોજાયેલા આ કલા ઉત્સવમાં તક્ષશિલા વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. સંગીત વાદન સ્પર્ધામાં લખતરીયા ધ્રુવરાજ મનહરભાઈએ કહેરવા, દીપચંદી અને દાદરા જેવી વિવિધ તાલમાં તબલા વગાડીને હાજર સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે ગોજીયા પ્રિયા ભરતભાઈએ ગાયન સ્પર્ધામાં ખોબો ભરીને અમે એટલું હસ્યા એ સુગમ ગીત ગાઈને વાતાવરણ પવિત્ર બનાવ્યુ હતું. તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને આ બન્ને વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે. ગીત સંગીતની તૈયારી કરનાર સંગીત શિક્ષક જયદીપભાઈ વણપરા અને બન્ને વિદ્યાર્થીઓને શાળાના એમડી ડો. મહેશ પટેલ, રોહિત સિણોજિયાએ અભિનંદન  પાઠવ્યા હતા.

- text

- text