શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ મોરબીનો SVS કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

- text


આ સ્પર્ધામાં કુલ નવ QDCમાંથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મોરબી : અભિનવ સ્કૂલ, મોરબી ખાતે તા. 24-9-2024ને મંગળવારના રોજ શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ, મોરબી SVS કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબીના પ્રમુખ મનોજભાઈ ઓગાણજાએ હાજરી આપી હતી. આ સ્પર્ધામાં કુલ નવ QDCમાંથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 55 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. 500, રૂ. 300, અને રૂ. 200 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કલા ઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં જુદી જુદી સ્કૂલોના 12 શિક્ષક ભાઈઓ – બહેનોએ નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન SVS કન્વીનર અતુલભાઈ પાડલિયા અને સહ કન્વીનર રાજેશભાઈ ચનિયારા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ દરમ્યાન કન્વીનર અતુલભાઈ પાડલિયાના જણાવ્યા મુજબ, G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના કલા ઉત્સવમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ જુદી જુદી ચાર સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, (શાસ્ત્રીય અને સુગમ સંગીત), સંગીત વાદન સ્પર્ધા (તાલ અને સુર વાદ્ય) નું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબીના તમામ QDC કન્વીનર તથા જુદી જુદી શાળાના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો તેમજ અભિનવ સ્કૂલના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં હાજર રહેનાર તમામે નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી જીવનમાં ઉતારોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.

મહત્વનું છે કે, ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો ચિત્રકલા, કાવ્યલેખન કળા, ગાયનકળા, અને વાદન કળાની પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે “ગરવી ગુજરાત” થીમ અંતર્ગત કલા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

- text

- text