હળવદના નવા ઘનશ્યામગઢ ગામે 7 જુગારી પકડાયા 

- text


પોલીસે દરોડો પાડી 2,30,300 રોકડા કબ્જે કર્યા 

હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં પાનાં ટીચતાં સાત શખ્સોને રોકડા રૂપિયા 2,30,300 સાથે ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી બાલુભાઈ ગોરધનભાઈ સુરાણી, જયેશ ભુદરભાઈ ગોપાણી, વિનોદ ચંદુભાઈ એરવાડીયા, વિપુલ કાળુભાઇ ઝીંઝુવાડિયા, રજનીકાંત ગુણવંતભાઈ નિમાવત, યોગરાજસિંહ ધીરૂભા ઝાલા અને યુવરાજસિંહ નટુભા ચુડાસમાને રોકડા રૂપિયા 2,30,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text