મનસુખ પ્રજાપતિ (મિટ્ટીકુલ)ની સફળતા ઝારખંડમાં સોળે કળાએ ખીલી

- text


ઝારખંડ સેન્ટ્રલ યુનિવર્સીટીના અતિથિ વિશેષ બનતા મિટ્ટીકુલના સંસ્થાપક મનસુખ પ્રજાપતિ : સફળતાની ગાથા સાથે સંઘર્ષ પણ વર્ણવ્યો

મોરબી : ઝારખંડ સેન્ટ્રલ યુનિવર્સીટી ખાતે તાજેતરમાં શિક્ષા વિભાગ આયોજીત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં વાંકાનેર મિટ્ટીકુલના સંસ્થાપક મનસુખભાઈ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને યુનિવર્સીટીના છાત્રોને પરંપરાગત માટીકામ વ્યવસાય અંગે મહત્વની જાણકારી આપવાની સાથે સફળતા અને સંઘર્ષની વિગતો વર્ણવી હતી.

પરંપરાગત માટીકલાને આધુનિકતાના વાઘા પહેરાવી દેશ જ નહીં બલ્કે વિદેશમાં વિખ્યાત બનેલા મનસુખભાઇ પ્રજાપતિ તાજેતરમાં ઝારખંડ યુનિવર્સીટીના મેહમાન બન્યા હતા આ તકે મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોથી પ્રભાવિત મનસુખભાઈ પ્રજાપતિએ પર્યાવરણને બચાવવા માટે મિટ્ટીકુલ નામની સંસ્થા શરૂ કરી હોવાનું વિદ્યાર્થીઓ અને મહેમાનોને જણાવતા કહ્યું હતું કે, આપણી પરંપરાને લુપ્ત ન થવા દો, વિદ્યાર્થીઓને પરંપરા સાથે જોડાયેલ રહેવા માટે કહી માટીના વાસણ બનાવતા સમયે પડકારોનો સામના કરવા અંગેની સંઘર્ષ કહાની કહી હતી.

મનસુખભાઈએ પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે, આ ખૂબ મહેનતનું કામ છે. સૂર્યોદય પહેલા કામ શરૂ કરવું પડે છે અને મોડી રાત સુધી આ કામ ચાલે છે. આ દરમ્યાન તેમને વિદ્યાર્થીઓને નવા ઉદ્યોગો શરૂ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મનસુખભાઈ સાથે તેમના સાથી સુબોધભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડો. સૂચિતા સેન ચૌધરીએ મનસુખભાઈ પ્રજાપતિની જીવનયાત્રા અંગે માહિતી આપી હતી. મનસુખભાઈએ માટીમાંથી લગભગ 700 થી વધુ વસ્તુઓનું નિર્માણ કાર્ય કરતા હોવાનું તેમને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. સુભાષ બૈઠા, ડો. રવીન્દ્રનાથ શર્મા અને ડૉ. વિજય યાદવ સહિત અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રશ્મિ અને ગિતિકાએ કર્યું હતું.

- text

- text