Morbi : માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશો અપાયો

- text


મોરબી : સ્વચ્છતા હી સેવા અભિયાન જનવ્યાપી બની રહ્યું છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાના હેતુથી માનવ સાંકળ રચવામાં આવી હતી.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતાથી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં વધુને વધુ પ્રમાણમાં જન ભાગીદારી નોંધાય વિવિધ સંસ્થાઓ અપેક્ષિત મંડળો તેમજ લોકો આ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા બાબતે જાગૃત બને અને તેમના આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવી સ્વચ્છાગ્રહી બને તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં વિવિધ શાળાઓમાં પણ બાળકો દ્વારા સ્વચ્છતા સંલગ્ન વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે મોરબીમાં બાળકો દ્વારા સામુહિક રીતે માનવ સાંકડ બનાવી SHS (સ્વચ્છતા હી સેવા) લખવામાં આવ્યું હતું. બાળકો દ્વારા માનવ સાંકળ રચી લોકોને જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો.

- text

- text