ચરાડવા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નોન વોવેન બેગનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ખાતે લોકોને નોન વોવેન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે અને તે આપણી રોજીંદી ટેવોમાં વળાઈને આપણો સ્વભાવ બને તે માટે આ વર્ષે સ્વચ્છતા હી તેવા અભિયાનમાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા એવી થીમ રાખવામાં આવી છે. આજના સમયે ગંદકીમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ મોખરે છે ત્યારે આપણે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ બંધ કરી કાપડની કે અન્ય બેગનો ઉપયોગ કરીએ તે હિતાવહ છે.

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ચરાડવા ગામમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્ટાફ દ્વારા ગ્રામ પંચાયત કચેરી તથા ચરાડવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ગ્રામજનો તથા આરોગ્ય સ્ટાફને નોન વોવેન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્ટાફ તથા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ચરાડવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના પ્રાંગણમાં સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી.

- text

- text