મોરબી નગરપાલિકામાં સર્વરના ધાંધિયાથી વેરો ભરવામાં મુશ્કેલી

- text


છેલ્લા 5 દિવસથી સાઈટ બંધ હોવાથી દરરોજ પાલિકાના ઘક્કા ખાતા નાગરિકો

મોરબી : મોરબી નગરપાલિકામાં કરોડો રૂપિયાની વેરા વસુલાત બાકી છે ત્યારે છેલ્લા થોડા સમયથી સર્વરના ધાંધિયાને પાપે સામેથી કરવેરા ભરવા આવતા નાગરિકોને સવારથી સાંજ સુધી કચેરીમાં બેસી રહેવા છતાં વેરો સ્વીકારવામાં આવતા ન હોવાથી નગરપાલિકાને આર્થિક નુકશાન જવાની સાથે નિયમિત કરદાતાઓને પણ વગર વાંકે રિબેટ યોજનાનો લાભ મળવો તો ઠીક ઉલટું વ્યાજની પેનલ્ટી ચૂકવવી પડે તેવી સ્થિતિ સર્જાતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબી નગરપાલિકા દ્વારા 30મી સપ્ટેમ્બર સુધી વેરો ભરનાર નિયમિત કરદાતાઓ માટે રિબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો હોવાથી હાલમાં સેંકડો લોકો દરરોજ નગરપાલિકા કચેરીએ વેરો ભરવા માટે આવી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચેક દિવસથી સર્વર બંધ હોવાથી લોકો સવારથી સાંજ સુધી નગરપાલિકા કચેરીમાં બેસી રહેવા છતાં વેરો ભરી શકતા ન હોય વિનાકારણે આકરા વ્યાજ ભરવા પડે તેવી સ્થિતિમાં મુકાય ગયા હોવાથી લોકોમાં નગરપાલિકા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના વાંકને કારણે હાલમાં નગરપાલિકાના ચોપડે 60 કરોડથી વધુનો વેરો બાકી બોલી રહ્યો છે બીજી બાજુ લોકો સામેથી નાના ભરપાઈ કરવા આવે છે પણ નગરપાલિકા સ્વીકારી શકતી નથી, ત્યારે સોમવાર બાદ મંગળવારે પણ સર્વર ઠપ્પ હોવાથી વેરો ભરવાની કામગીરી બંધ રહી હતી અને લોકો ત્રણ –ચાર ઘક્કા ખાવા છતાં વેરો શકતા નથી અને નગરપાલિકા તંત્ર ઉપરથી સાઈટ બંધ હોવાના બહાના આગળ ધરી રહી છે ત્યારે લોકોની સુગમતા માટે ઓનલાઇનને બદલે ઓફલાઈન કામગીરી કરી લોકોની સમસ્યા દૂર કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

- text

- text