મોરબીમાં સ્કોર્પિયોના બોનેટ ઉપર તલવારથી કેક કાપનાર જીઆરડીના કર્મચારી વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


ઉંચી માંડલ નજીક લોકોને ત્રાસદાયક કૃત્ય કરી ઇન્સ્ટાગ્રામમા વીડિયો મુકવો ભારે પડ્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમા ગ્રામ રક્ષક દળમા નોકરી કરતા શખ્સે ગત તા.20ના રોજ ઉંચી માંડલ નજીક સ્કોર્પિયો કારના બોનેટ ઉપર કેક રાખી તલવાર વડે કેક કાપવા મામલે વાયરલ થયેલ વીડિયો અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ અને વાંકડા ગામની સીમમાં ચોકડી નજીક આરોપી હરેશ પોપટ સોલંકી નામના જીઆરડીમાં નોકરી કરતા શખ્સે કાયદો હાથમાં લઈ સ્કોર્પિયો કારના બોનેટ ઉપર કેક તેમજ અન્ય ફોટોગ્રાફ રાખી તલવાર વડે કેક કાપતો હોય તેવો વીડિયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કર્યા બાદ આ વીડિયો વાયરલ થતા જાહેરનામા ભંગ તેમજ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો મુજબ આ કૃત્ય આચરી લોકોમાં ભય ફેલાય તેવું કૃત્ય કરવા સબબ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text