મોરબીના જેતપર રોડ ઉપરથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

- text


મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલ આલ્ફાન્સો સીરામીક નજીકથી અંદાજે 22 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, મોરબી તાલુકા પોલીસ મથકના જમાદાર જનકસિંહએ જણાવ્યું હતું કે અજાણ્યા પુરુષના મૃતદેહ ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા છે અને આ યુવાનનું કેવી રીતે મોત થયું તે અંગે પીએમ થયા બાદ ખબર પડશે.

- text

- text