ભીંતચિત્રોથી મોરબી, હળવદ, વાંકાનેર સહિતના શહેરોમાં અપાયો સ્વચ્છતાનો સંદેશ

- text


સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના રંગે રંગાયો મોરબી જિલ્લો

મોરબી : સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.

હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

‘એક નયા સવેરા લાયેંગે, પૂરે ભારત કો સ્વચ્છ ઔર સુંદર બનાયેંગે’, સેવ વોટર સેવ લાઈફ – જલ હી જીવન કા આધાર હૈ, જલ કે બિના જીના નામુમકીન હૈ’, ‘કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખો’, ‘સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહિયારી ફરજ’, ‘મારું શહેર સ્વચ્છ શહેર’, ‘સ્વચ્છ સર્વેક્ષણ’, ‘એક પગલું સ્વચ્છતા તરફ, સહિતના સંદેશાઓ સાથે મોરબી, વાંકાનેર તથા હળવદ સહિતના શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો, સરકારી વસાહતો તથા સુલભ શૌચાલયની દીવાલો પર રંગબેરંગી ચિત્રો બનાવી લોકોને સ્વચ્છતા માટે ભીંત ચિત્રો થકી જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

- text

- text