માળિયા સ્ટેશને કોરોના સમયે બંધ કરાયેલા ટ્રેનના સ્ટોપેજ ચાલુ કરવા આમ આદમી પાર્ટીની રજૂઆત

- text


માળિયા (મિયાણા) : માળિયા રેલવે સ્ટેશને કોરાનાકાળમાં બંધ કરી દેવામાં આવેલા ટ્રેનના સ્ટોપેજ ફરીથી ચાલુ કરાવવા આમ આદમી પાર્ટી માળિયા મિયાણા શહેરના પ્રમુખ તૈયબભાઈ જેડાએ રેલવે સ્ટેશન માસ્તરને લેખિત રજૂઆત કરી છે.

આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કોરોનાકાળ પછી તમામ પેસેન્જર ટ્રેનના સ્ટોપેજ માળિયા (મિયાણા) રેલવે સ્ટેશન પર બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરો અને ખાસ કરીને વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. હળવદ અને સામખીયાળી રેલવે સ્ટેશન 40-50 કિલોમીટર દૂર હોય ત્યાં જવું પડી રહ્યું છે. માળિયા (મિયાણા)માં રેલવે સ્ટેશન હોવા છતાં શહેરના અને તાલુકાના 46 ગામના મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ભુજ-બરેલી આલા હજરત એક્સપ્રેસ, સયાજી નગરી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ, અમદાવાદ-ભુજ વંદે ભારત મેટ્રો પેસેન્જર ટ્રેન પહેલા માળિયા સ્ટેશને સ્ટોપ કરતી હતી પરંતુ કોરોના બાદ તે સ્ટોપેજ બંધ કરી દેવામાં આવ્યું છે તે ફરીથી ચાલુ કરાવવામાં આવે. જ્યારે માળિયા (મિયાણા)- મોરબી ડેમુ ટ્રેનની સેવા ફરીથી ચાલુ કરાવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.

- text

- text