મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરથી ભારે ગંદકી : અનેક લોકો રોગચાળાના ભરડામાં 

- text


એક તરફ સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં : નગરપાલિકા કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ

મોરબી : મોરબીમાં સરદારબાગ પાસે આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં ઠેક-ઠેકાણે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉપરાંત આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો પણ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં વરસાદ વગર જ ભૂગર્ભ ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે. અનેક હોદ્દેદારો પણ આ જ વિસ્તારમાં રહે છે. તેઓ પણ આ ગંદા પાણીમાંથી જ પસાર થાય છે. છતાં તેઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવવામાં આવતી નથી. વધુમાં આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં છે.

આ સોસાયટી હાલમાં રવાપર રોડ અને શનાળા રોડને જોડતી મેઈન સોસાઈટી છે. રવાપર રોડનું કામ ચાલુ હોવાથી માણસો અહીંથી જ શનાળા રોડ પરથી રવાપર રોડ પર જાય છે. આ તમામ લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સોસાટીમાં અત્યારે અનેક ઘરોમાં રોગચાળો ફેલાયેલો છે. આ મામલે નગરપાલિકા તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ છે.

- text

- text