મોરબી : વીજ કનેક્શન આપવાની માંગ સાથે ફ્લેટધારકોની કલેક્ટરને રજૂઆત

- text


બિલ્ડરની બેદરકારી અને તંત્રના નિયમો વચ્ચે ફ્લેટધારકો લાચાર

મોરબી : મોરબીના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ફ્લેટ ધારકોને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન ન આપવામાં આવતા ઘણા સમયથી ફ્લેટ ધારકો રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ફ્લેટ ધારકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વીજ કનેક્શન આપવાની માગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે, રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટના બાદ મોરબી જિલ્લામાં પણ તંત્ર દ્વારા નિયમોમાં કડકાઈ અજમાવવાની શરૂઆત કરી છે. જેના કારણે જે બિલ્ડિંગ પાસે મંજૂરી અને ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવા બિલ્ડિંગમાં પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં આવતા નથી. જેના કારણે હાલ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આશરે 3300 જેટલા ફ્લેટ ધારકો વીજ કનેક્શન વિના મુશ્કેલીમાં મૂકાયા છે અને ફ્લેટ હોવા છતાં ભાડાના મકાનમાં રહેવું પડી રહ્યું છે. આમ બિલ્ડરની બેદરકારી અને તંત્રના કડક નિયમો વચ્ચે સામાન્ય ફ્લેટધારકોની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. જેથી આજે ફ્લેટ ધારકોએ મોરબી જિલ્લા કલેક્ટરને મળીને વીજ કનેક્શન મળે તે અંગે રજૂઆત કરી હતી. આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટરે ફ્લેટ ધારકોને જણાવ્યું હતું કે તેઓ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું હતું.

- text

- text