હળવદમાં સરા ચોકડીથી ધ્રાંગધ્રા હાઇવે સુધીનો નવો રોડ મંજુર કરાવતા ધારાસભ્ય વરમોરા

- text


રૂ.15.75 કરોડના ખર્ચે સાડા ત્રણ કિમીનો રોડ બનાવવા સરકારમાંથી મળી લીલીઝંડી : ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે

હળવદ : હળવદમાં સરા ચોકડીથી સરા નાકુ અને ત્યાંથી ધ્રાંગધ્રા હાઇવે(ત્રણ રસ્તા)સુધીનો નવો રોડ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સરકારમાં રજુઆત કરીને મંજુર કરાવ્યો છે.જેથી હવે થોડા સમય બાદ દરરોજ હજારો વાહનચાલકોને રાહત મળવાની છે.

હળવદ નગરપાલિકા વિસ્તારમાં શહેરની મધ્યમાંથી પસાર થતા સરા ચોકડી થી સરા નાકા સુધી અને ત્યાંથી ત્રણ રસ્તા ધ્રાંગધ્રા હાઈવે સુધીના 3.62 કિમીના આર.સી.સી. રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનના કામો સાથેની કુલ અંદાજિત રકમ રૂા.15.75 કરોડના કામની દરખાસ્ત નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર, રાજકોટ ઝોન દ્વારા સરકારમાં કરવામાં આવી હતી.સરકાર દ્વારા આ કામને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને અગાઉ આ રોડ અંગેની રજૂઆતો સ્થાનિક કક્ષાએથી મળી હતી.જેથી તેઓએ તુરંત પ્રાદેશિક કમિશનર અને સરકાર કક્ષાએ આ અંગે ધ્યાન દોરી સતત સંકલનમાં રહી આ રોડ મંજુર કરાવ્યો છે.જેથી હવે થોડા દિવસોમાં આ રોડ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.તેવું જાણવા મળી રહ્યું છે.

- text