મોરબી જિલ્લા પોલીસ દ્વારા મકનસર પાસે માતાના મઢે જતા પદયાત્રિકો સેવા કેમ્પનો પ્રારંભ

- text


250 લોકો માટે રહેવા, જમવા અને મેડિકલ સહિતની સુવિધા

મોરબી : નવરાત્રિ નજીક આવતા જ કચ્છ માતાના મઢે જતા પદયાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ મકનસર પાસે આવેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે માહિતી આપતા Dy.Sp. પી.એ ઝાલાએ જણાવ્યું હતું કે, મકનસર પાસે આવેલા વણઝારાની મેલડીમાં પાસે ગામ લોકો દ્વારા છેલ્લા 19 વર્ષથી પદયાત્રિકો માટે સેવા કેમ્પો થઈ રહ્યા છે. જેમાં છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ જોડાય છે અને આ વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જ આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. અહીં 250 લોકો આરામ કરી શકે, ભોજન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મેડિકલની સુવિધા પણ કરવામાં આવી છે

આ કેમ્પનો પ્રારંભ મેલડી માતાજી અને મહાદેવની મહા આરતી સાથે કરવામાં આવ્યો હતો. જેમાં Dy.S.P. પી.એ. ઝાલા, પીઆઇ ચૌહાણ, એચ.એ. જાડેજા, એન.એ.વસાવા, એન.આર. મકવાણા, સહિતના અધિકારી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text