હળવદના કવાડીયા ગામે વનવિભાગે આખો વિસ્તાર ખાલી કરવા આદેશ કરતા ગ્રામજનોમાં ફફડાટ

- text


રેન્જ ફોરેસ્ટ ઓફિસરે સલાટવાસમાં મકાન અને મંદિર પાડી દેવાનો ઓર્ડર હોય વિસ્તાર ખાલી કરવા આદેશ આપતા મામલતદારને રજુઆત

હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામે છેલ્લા 70થી 80 વર્ષથી વસવાટ કરતા સલાટ સમૂદાયના લોકોને આખો વિસ્તાર ખાલી કરી જતા રહેવા આદેશ આપી વનવિભાગના અધિકારીઓએ અણછાજતું વર્તન કરતા આ મામલે સલાટ સમાજ તેમજ ગ્રામ પંચાયત દ્વારા હળવદ મામલતદારને લેખિત અરજી આપીને મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દમન ગુજારતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

- text

કવાડીયા ગામના સલાટ સમાજના લોકો તેમજ ગ્રામ પંચાયત દ્વારા મામલતદરને કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કવાડીયા ગામે સલાટ સમૂદાયના લોકોના આશરે 40-50 જેટલા પાકા મકાન આવેલા છે અને આ સમુદાયના લોકો 70-80 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા છે. તમામ લોકોનો મત અધિકાર પણ કવાડીયા ગ્રામ પંચાયતમાં છે. ત્યારે ગત તારીખ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ અન્ય પાંચ જેટલા ફોરેસ્ટ વિભાગના બીટ ગાર્ડ કવાડીયા ગામે સલાટ વિસ્તારમાં આવ્યા હતા અને આ વિસ્તાર ખાલી કરીને જતા રહેવાનું કહી આ વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવતો હોય મકાન અને મંદિર બધું પાડી દેવાનો ઓર્ડર છે તેથી આ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. જેથી સલાટ સમૂદાયના લોકો અને ગ્રામ પંચાયત કવાડીયા દ્વારા હળવદ મામલતદારને લેખિત અરજી આપીને તેમના મકાનનું ડિમોલેશન ન કરવામાં આવે તેમ માંગણી ઉઠાવી હતી.

- text