મોરબીમાં ગૌસેવકોએ 1500 ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધ્યા

- text


મોરબી : મોરબીના વિવિધ હાઈવે પર ઘણા સમયથી રાત્રિના સમયે રખડતાં ઢોરના કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે ગૌવંશ અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબીમાં ગૌસેવકોએ બીજા તબક્કામાં 1500 ગૌવંશને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધ્યા છે.

પ્રથમ તબક્કામાં ગૌસેવકો દ્વારા 1100 જેટલા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં 1500 ગૌવંશને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે. જેમાં મોરબીના મહેન્દ્રનગર ચોકડી થી શનાળા સુધી, મહેન્દ્રનગર ચોકડી થી કંડલા બાયપાસ સુધી, માળિયા ફાટક થી ઢુવા સુધી, જૂના ઘૂંટુ રોડ પર, મહેન્દ્ર નગર ચોકડી થી ઊંચી માંડલ ગામ સુધી, મહેન્દ્રનગર ચોકડી થી પીપળી ગામ સુધી, મહેન્દ્રનગર ચોકડી થી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને હાઇવે નજીક હોય તેવી સોસાયટીમાં ફરતાં ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી આ બીજા તબક્કામાં કરવામાં આવી હતી. સાથે જ આસપાસના તમામ વિસ્તારમાં આ અભિયાન વેગવંતુ બનાવવાનો સંકલ્પ મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા લેવામાં આવ્યો હતો. રેડિયમ બેલ્ટ માટેનો તમામ આર્થિક ખર્ચ જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા દ્વારા આપવામાં આવ્યો હતો અને ઉમા હોટલ દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો હતો ત્યારે તમામ ગૌ સેવકોને શહેર તથા આસપાસના વિસ્તારના લોકો આવા ભગીરથ કાર્ય કરવા બદલ બિરદાવી રહ્યા છે.

- text

- text