મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સર્ટિફિકેટ અને બ્યૂટી પાર્લર કીટનું વિતરણ કરાયું

- text


મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા ઉત્કર્ષ બ્યુટી પાર્લરના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ અને બ્યૂટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉત્કર્ષ બ્યૂટી પાર્લરના 25 બહેનોને ઉમાબેન સોમૈયા કે જેઓ ઉમા બ્યૂટી પાર્લર ચલાવે છે. તેઓએ બ્યૂટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને બે માસમાં સંપૂર્ણ બ્યૂટી પાર્લર શીખવાડી તૈયાર કરવામાં આવ્યા અને તે અનુસંધાને સર્ટિફિકેટ અને બ્યૂટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય પ્રવૃત્તિ મા ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, સભ્ય ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા તથા રણછોડનગર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંત બાબુભાઇ તેમજ બ્યુટી પાર્લર અને સિવણ કેન્દ્રના સંચાલિકા ઉમાબેન સોમૈયા તથા કાજલબેન જાનીના હસ્તે આપવામાં આવી હતી.

આ સેવાકીય પ્રવૃત્તિ થકી તમામ લાભાર્થી બહેનો સમાજ તેમના કુટુંબીજનો ને મદદરૂપ થાય પોતે પગભર બને તેવી ભાવના દેવકરણભાઈ આદ્રોજા અને ટી. સી. ફુલતરિયાએ વ્યક્ત કરી હતી અને કાઈપણ આ બાબતે માર્ગદર્શનની જરૂર પડે તો સંચાલિકા ઉમાબેન સોમૈયાનો સંપર્ક કરવો આ તમામ કાર્યક્રમ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો તેવું જણાવાયું છે.

- text

- text