મોરબીમાં ચાલતા હનુમાન ચાલીસા કેન્દ્રોની સંખ્યા 101એ પહોંચાડવા ડો.પ્રવીણ તોગડીયાનું આહવાન

- text


જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની બેઠક યોજાઈ : સંગઠનના સંસ્થાપક ડો.તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ

મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં મોરબીમાં જે હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે છે તેની સંખ્યા 101 થાય એ માટે ડો.પ્રવીણ તોગડિયાએ આહવાન કર્યું હતું. કુંભના મેળામાં લોકોની સેવાનું આયોજન કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ બેઠકના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (આં.હી.પ.)ના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયા , ડો. ગજેરા- અધ્યક્ષ આં.હી. પ. સૌરાષ્ટ્ર, નિર્મલસિંહ ખુમાણ – સંગઠન મંત્રી આં.હી. પ. સૌરાષ્ટ્ર, દામજીભગત , ગીરીશભાઈ ઘેલાણી – ઉપાધ્યક્ષ આં.હી. પ. સૌરાષ્ટ્ર, સી. ડી. રામાવત – જિલ્લા અધ્યક્ષ આં. હી. પ. , પ્રતાપભાઈ ચગ -જિલ્લા ઉપાધ્યક્ષ આં. હી. પ., ભાવિન ઘેલાણી- શહેર અધ્યક્ષ આં. હી. પ., નિર્મિત કક્ક્ડ- શહેર મંત્રી આં. હી. પ., લખન કક્કડ – રાષ્ટ્રીય બજરંગ દળ, શ્યામ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text