GCERT દ્વારા પ્રકાશિત થતાં મેગેઝિનમાં ટંકારાની હિરાપર શાળાના શિક્ષકના લેખને સ્થાન મળ્યું

- text


ટંકારા : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ- જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા દર મહિને ‘જીવન શિક્ષણ’ નામનું માસિક મેગેઝિન પ્રકાશિત થાય છે અને આ મેગેઝિન ગુજરાતની દરેક આશરે ત્રીસ હજાર પ્રાથમિક શાળાઓ સુધી પહોંચે છે. જેમાં શિક્ષણ ક્ષેત્રે નવતર કામગીરી કરતા શિક્ષકોના લેખ પ્રકાશિત થાય છે. આ સામાયિકનાં સપ્ટેમ્બર માસનાં અંકમાં મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાની હિરાપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક બેચરભાઈ ગોધાણી દ્વારા ચાલુ વર્ષે નિર્મિત ડિજિટલ ઇન્ટરેક્ટિવ ગેમ્સ અંગેનો લેખ પ્રકાશિત થતા મોરબી શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે બેચરભાઈએ બાલવાટિકા અને ધોરણ 1 અને 2 ના અભ્યાસક્રમને ડિજિટલ ગેમ્સ સ્વરૂપે નિર્માણ કરી ગુજરાત ભરના બાળકો સુધી પહોંચાડી શિક્ષણકાર્યને ખરા અર્થમાં આનંદદાયી, બાળકેન્દ્રી અને રસપ્રદ બનાવ્યું છે. જેને ગુજરાતના દરેક જિલ્લામાંથી શિક્ષકો દ્વારા ખૂબ સારા પ્રતિભાવો મળ્યા છે.

- text

- text