મોરબી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા 3 વર્ષની બાળકીને બાળ સુરક્ષા એકમમાં આશરો અપાયો

- text


મોરબી : મોરબીમાંથી મળી આવેલી એક ત્રણ વર્ષની બાળકીને મોરબી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા મદદ પૂરી પાડીને બાળ સુરક્ષા એકમમાં આશ્રય આપવામાં આવ્યો છે.

- text

જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને વાલી-વારસ વિનાની બાળકી મળી આવી હોવાની જાણકારી આપી હતી. જેથી 181 મહિલા હેલ્પલાઈનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાળકીએ પોતાનું નામ લલિતી હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાળકી કોઈ વાતચીત કરતી ન હતી. બાળકી કારખાનામાં કામ કરતાં ઝારખંડના લોકોની જ ભાષા સમજી હોય આસપાસના કારખાનાઓમાં તપાસ કરી હતી પરંતુ બાળકીના કોઈ વાલી-વારસ મળ્યા ન હતા. તેથી હાલ બાળકીને બાળ સુરક્ષા એકમમાં સોંપવામાં આવી છે.

- text