મોરબી જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત 

- text


જાહેરમાં નોનવેજ વેચતા લોકો સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત 

મોરબી : મોરબી જિલ્લામાં મંજૂરી વિના ચાલી રહેલા ગેરફાકાયદે પશુ કતલખાના બંધ કરાવવા બાબતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ચાલતા પશુ કતલખાના અને પશુ પ્રત્યેના ઘાતકીપણાના કૃત્યો બંધ કરાવવા અનિવાર્ય છે. જાહેર રોડ રસ્તા પર ચાલતા આવા કતલખાનાના કારણે જિલ્લામાં રહેતા બહુમતી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે જેની અમોને વારંવાર ફરિયાદ મળે છે. આથી હાઇકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આવી રીતે ગેરકાયદેસર ચાલતા કતલખાના અને સામાજિક દૂષણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને જે લોકો હિન્દુ સમાજની લાગણી દુભાવી રહ્યા છે તેઓની સામે વહીવટી તંત્ર કડક પગલા ભરે અને કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે તે માટે તાત્કાલિક જાહેરનામું અમલી કરવામાં આવે.

- text

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીની સામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના લોકોની રજૂઆત છે કે ત્યાંથી પસાર થઈએ ત્યારે ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે અને રોગચાળાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ગણપતિ વિસર્જન સમયે શું માત્ર હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ? તેવો પ્રશ્ન પણ જીતુભાઈ સોમાણીએ કલેકટર સમક્ષ ઉઠાવ્યો છે. ગણેશ વિસર્જન સમયે જે પ્રકારે જાહેરનામાનો કડક અમલ કરાવ્યો હતો એવી જ રીતે કતલખાના અને નોનવેજના વેચાણ અંગે પણ જાહેરનામું બહાર પાડી તેનું કડક પાલન કરાવવામાં આવે તેવી માગ કરી છે.

- text