મોરબીની આયુષ હોસ્પિટલ નજીક ગટરના વહેતા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ  

- text


મોરબી : મોરબીમાં વરસાદ બાદ ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવા અને રોડ રસ્તાઓ પર ગટરના પાણી ઉભરવાનો સિલસિલો યથાવત છે. એક પછી એક અનેક જગ્યાએ ગટરના પાણી ઉભરાવા તથા આ પાણી ઘરમાં ભરાવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી આયુષ હોસ્પિટલ વાળી શેરીમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણી ઉભરાયા હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિકોને જણાવ્યા અનુસાર, ગટરના પાણી રસ્તા પર ઉભરવાની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે લોકો આવતા હોય છે ત્યારે આ પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તથા વાહન ચાલકોએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેમજ શહેરમાં બીમારી ફેલાઈ તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

- text

- text