મોરબીમાં જીઆરડી જવાને જાહેરમાં તલવારથી કેક કાપી, વિડીયો વાયરલ

- text


તાલુકા પોલીસ દ્વારા વિડીયોની તપાસ, કાર્યવાહીના ભણકારા 

મોરબી : જન્મદિવસે જાહેરમાં કાયદાની ઐસીતેસી કરીને ઉજવણી કરવાનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીમાં પણ એક જીઆરડી જવાને આવી જ હરક્ત કરી હોય જેનો વિડીયો વાયરલ થયો છે.

આ વાયરલ થયેલા વીડિયોમાં તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો હરેશ સોલંકી નામનો જીઆરડી જવાન જોવા મળે છે. તે એક કાર ઉપર પડેલી 7થી 8 જેટલી કેક તલવાર વડે કાપે છે. આ વીડિયોને લઈને

મોરબી તાલુકા પીઆઇ એન.આર. મકવાણાએ જણાવ્યું હતું કે વિડીઓની પુષ્ટિ કરીને તપાસ કરવામાં આવશે.

- text

- text