મોરબી જિલ્લામાં અનેક ગામડાઓમાં કંપોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડના કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કચરાના વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડ અને કંપોસ્ટ પીટના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી કે ગ્રામીણ વિસ્તારમાંથી ફક્ત કચરો એકત્ર કરી સાફ-સફાઈ કરવાથી સ્વચ્છતાનો હેતુ સિદ્ધ નથી થઈ શકતો. કેમકે જ્યાં સુધી આ કચરાનું યોગ્ય નિકાલ કે વ્યવસ્થાપન કરવામાં ના આવે ત્યાં સુધી એ કચરો ફરીથી ગંદકીનું કારણ બની શકે છે. જિલ્લાઓમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરાના યોગ્ય વ્યવસ્થાપન હેતુ કંપોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડ બનાવવામાં આવે છે. સ્વચ્છતાના ભાગરૂપે એકત્ર કરવામાં આવેલો કચરાના વ્યવસ્થાપન માટે આ કંપોસ્ટ પીટ કે સેગ્રીગેશન શેડ ખૂબ અગત્યના સંસાધનો છે. કે જ્યાં સૂકા તથા ભીના કચરા માટે યોગ્ય વ્યવસ્થા કરી કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.

હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી રહેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન હેઠળના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના સ્ટાફ દ્વારા નવનિર્મિત કંપોસ્ટ પીટ તથા સેગ્રીગેશન શેડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા નવા બનાવવામાં આવનાર કંમ્પોસ્ટ પીટ તથા સેગ્રીગેશન શેડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- text

- text