મોરબી શહેરના હોસ્પિટલ ફીડર હેઠળ આવતા વિસ્તારમાં આવતીકાલે વીજકાપ રહેશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 22-9-2024 ને રવિવારના રોજ નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પિટલ ફીડર વિસ્તારમાં સવારે 8:00 થી બપોરના 2:00 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે.

- text

જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, બોયઝ હાઈસ્કૂલ તથા સદભાવના હોસ્પિટલ આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે..

- text