મોરબીના યુવા સિંગરે ગાયેલા ‘સતરંગી રે’ ફિલ્મના ટાઈટલ સોંગે મચાવી ધૂમ

- text


20 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ‘સતરંગી રે’ ફિલ્મ

મોરબી : બોલિવુડની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર હવે સફળતાના નવા આયામો સર કરી રહી છે. તેમાં વધુ એક સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ ગઈકાલે તારીખ 20 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે સતરંગી રે… સતરંગી રે ફિલ્મના ગીતમાં મોરબીના યુવા સિંગર ચેતન ફેફરે અવાજ આપ્યો છે.

- text

એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી સતરંગી રે ફિલ્મ મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે તેવી છે. ત્યારે આ ફિલ્મ સતરંગી રે..નું ટાઇટલ ગીત મોરબીના વતની અને હાલ મુંબઈ રહેતા ચેતન ફેફર દ્વારા ગાવામાં આવ્યું છે. તેમણે આ અગાઉ કનુભાઈ ધ ગ્રેટના ટાઈટલ સોંગ ટેલિફોનિક રિંગ વાગી ગીત ગાયું હતું. સાથે જ તેમણે અનેક ધાર્મિક ગીતો ગાયા છે. ત્યારે સંતરગી રે… ગીત હાલ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે સાથે જ સોશ્યલ મીડિયામાં ફિલ્મ અને ગીતે ધૂમ મચાવી રહ્યા છે.

- text