મોરબી – વાંકાનેર નેશનલ હાઈવેની સ્થિતિ અત્યંત દયનીય 

- text


થાન જવાના રસ્તે હાઇવે પરની સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓનું સામ્રાજય 

મોરબી : મોરબીમાં વરસાદ બાદ ઠેક-ઠેકાણે ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. જેના કારણે ટ્રાફિકજામ, પાણી ભરાઈ જવા તથા અકસ્માતના બનાવો સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સ્થાનિકો તથા રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબી – વાંકાનેર નેશનલ હાઈવેની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. જેમાં થાન જવાના રસ્તે હાઇવે પરની સર્વિસ રોડ ઉપર જ મસમોટા ખાડાઓથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત થાન જવાના રસ્તા પર પણ ઠેર-ઠેર મસ મોટા ખાડા પડી જવાથી 30 મિનિટનો રસ્તો કાપતા એક કલાક જેવો સમય લાગે છે. ત્યારે આ ખાડાને કારણે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

- text

- text