મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ, 18 ડિસેમ્બર સુધી અમલી

- text


મોરબી : મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ તથા ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડને કલેકટર કે. બી. ઝવેરી દ્વારા વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે. ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલ થી અવની ચોકડીથી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે.

- text

આ જાહેરનામું અગામી 18 ડિસેમ્બર સુધી સવારના 07: 00 કલાકથી રાત્રીના 10:00 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

- text