ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ચાલતી કથામાં સદગુરુનું મહત્વ સમજાવતા વક્તા

- text


સદગુરુની સેવાથી જગદગુરુ પ્રસન્ન થાય છેઃ પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજ

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સદગુરુ કેશવાનંદ બાપુની સમાધિની રજત જયંતી નિમિત્તે તારીખ 19 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગત તારીખ 20 સપ્ટેમ્બરે એટલે કે કથાના બીજા દિવસે કથાના વક્તા ભાગવતકાર જગદગુર, દ્વારાચાર્ય, પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજે વ્યાસપીઠ પરથી મનુષ્યના જીવનમાં સદગુરુનું મહત્વ અને સદગુરુની ભક્તિથી કેવી રીતે જગદગુરુને પ્રસન્ન કરી શકાય તે વિશેનું રસપાન શ્રોતાઓને કરાવ્યું હતું.

કથાના બીજા દિવસે કથાના વક્તા પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજે કથામાં જણાવ્યું હતું કે, ગુરુ કૃપાથી કંઈપણ અસંભવ નથી. ગુરુકૃપાનું ફળ જ ભગવતકૃપા છે. વર્ણાશ્રમ વ્યવસ્થા જ સનાતન છે. શિવજીની કૃપાથી જ સમગ્ર સંતતિની પ્રાપ્તિ થાય છે. સદગુરુની સેવાથી જગદગુરુ પ્રસન્ન થતા હોય છે. શ્રી ખોખરા હનુમાન હરિહરધામની શોભા અને વિકાસ પણ ગુરુ નિષ્ઠા અને ગુરુ કૃપાનું ફળ છે. સદગુરુને કોઈ વિરલા જ જાણી શકે છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. સદગુરુ કૃપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં દયાનું હોવું પણ ખૂબ જ જરૂરી છે.

- text

- text