માળિયા (મિયાણા)ની હરિપર પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

- text


વિદ્યાર્થીઓએ રિજનલ સાયન્સ સેન્ટર- ભુજની મુલાકાત લીધી

માળિયા (મિયાણા) : મોરબીના માળીયા (મિયાણા)તાલુકાની હરિપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે GUJCOST દ્વારા સંચાલિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના સહયોગથી રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતેનો તારીખ 20-9-2024ના રોજ શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો.

આ દરમ્યાન ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા કુલ 48 બાળકોમાં વિજ્ઞાન વિશે રસ-રુચિ વધે અને વિજ્ઞાનના નવા નવા અભિગમો-પ્રયોગો વિશે જાણે તે માટે સંસ્થા દ્રારા સરકારી એસટી બસમાં આવા જવાની અને ત્યાં સાયન્સ સેન્ટરમાં ફરવા માટેનું આયોજન કરી કર્યું હતું. બાળકોના શૈક્ષણિક પ્રવાસના અન્ય ખર્ચ માટે શાળાના આચાર્ય દ્વારા હરિપરના ગ્રામજનોને વાત કરતા દાતાઓએ ફક્ત 18 કલાકમાં જ 20000 જેટલો લોકફાળો એકત્રિત કરી આપ્યો હતો.

આમ જે બાળકોએ ક્યારેય જોયું નહોતું કે ક્યાંય ગયા ન હતા તેવા સ્થળો સાયન્સ સેન્ટર અને વંદેમાતરમ મેમોરિયલ ભુજોડીમાં બાળકોને નવું-નવું જોવા અને જાણવા મળ્યું હતું. આ દરમ્યાન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ગામના દાતાઓનો શાળા પરિવાર વતી આચાર્યએ આભાર વ્યક્ત કર્યો છે.

- text

- text