મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન જનરલ સેક્રેટરીની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા, અતિવૃષ્ટિના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોય પાક નુકશાની સહાય પેકેજ જાહેર કરી ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા, તેમજ જમીન ધોવાણનું વળતર ચૂકવવા બાબતે ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તારીખ 10 ઓગસ્ટ 2020ના રોજ રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપતીઓ સામે રક્ષણ આપતી યોજના પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી દીધી હતી. ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માત્ર સરકારની રહેમ અને દયા પર આધારિત થઈ ગયા. સરકારે 20 ઓગસ્ટ 2020ના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા તે યોજના 2 વર્ષ પરિપત્ર આધારિત માત્ર કાગળ પર રહી છે. ગુજરાતના એકપણ ખેડૂતને એકપણ રૂપિયાની સહાય આ યોજના મુજબ આપવામાં આવી નહિ. આમ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને “રામ ભરોસે” છોડી દીધા છે. રાજ્ય સરકારની ખેડૂતોને કુદરતી આપતીઓ સામે રક્ષણ આપવાની જવાબદારી બને છે જે જવાબદારીમાંથી રાજ્ય સરકાર છટકી શકે નહીં પરંતુ રાજ્ય સરકાર 10 ઓગસ્ટ 2020 ના રોજથી પોતાની જવાબદારીમાંથી ઊંચા હાથ કરી દીધી છે. દુઃખની વાત એ છે કે 10 ઓગસ્ટ 2020 પહેલા વર્ષ 2020-21 નું પ્રધાનમંત્રી પાકવીમાં યોજના મુજબ પ્રીમિયમ ભરી દીધું હોવા છતાં યોજના બંધ કરી દીધી હતી અને તે ભરેલું પ્રીમિયમ પણ આજની તારીખ સુધી પરત કર્યું નથી.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં ન હોય કેન્દ્ર સરકારના 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ પણ કેન્દ્ર/રાજ્ય સરકાર કરતી ન હોય ખેડૂતો માટે કેન્દ્ર/રાજ્ય સરકાર જાણે ઓરમાયું વર્તન કરતી હોય તેવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે, છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 200 – 500 ઉદ્યોગકારોના 14 લાખ 56 હજાર કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે, સુરતના સંજય એજાવા ભાઈએ કરેલી RTI માં મળેલી માહિતી મુજબ 24 લાખ 95 હજાર કરોડ રૂપિયાની ઉદ્યોગકારોની લોન “રાઇટ ઓફ” કરી છે અને જાણવા મળતી માહિતી મુજબ સરકારે છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ જે 32% હતો તે ધીમે ધીમે ઘટાડીને 22% કરી ઉદ્યોગકારો માટે ફાયદો અને દર વર્ષે દેશ પર 4 લાખ કરોડનું ભારણ વધાર્યું છે. જો ઉદ્યોગકારો માટે “લોન માફી”, “લોન રાઈટ ઓફ”, “ફ્રોડ લોન એન્ડ એમ્નેષ્ટી”, “લોન પૂન:રચના” જેવી જોગવાઈઓ હોય, RBIમાં પણ જોગવાઈઓ હોય તો ખેડૂતો માટે કેમ નહિ ???

- text

ચાલુ વર્ષે ગુજરાતમાં મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓમાં વધારે વરસાદ થયો છે. ત્યારે મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જેમ 200 – 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50 થી 60 લાખ કરોડ જતા કર્યા છે એમ ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, નદીકાંઠે આવેલા ખેતરોમાં ખૂબ મોટું નુકશાન થયું છે ત્યારે જમીન ધોવાણનું વળતર આપવામાં આવે આ ઉપરાંત ખેડૂતોને થયેલ પાક નુકશાની સામે SDRF સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10 હજાર કરોડનું આર્થિક પેકેજ આપવામા આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 ઓગસ્ટ 2020ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી હતી. ત્યારે ગુજરાતના 10-12 લાખ ખેડૂતોએ વર્ષ 2020-21ના વર્ષનું અંદાજે 450 કરોડ કરતા વધારે રકમનું પાકવીમાં પ્રીમિયમ ભરી દીધા પછી આ યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતોએ ભરેલ તે પ્રીમિયમ હજુ સુધી પરત કરવામાં આવ્યું નથી. તો તે પ્રીમિયમ વ્યાજ સાથે દરેક ખેડૂતોને પરત કરવામાં માંગ કરવામાં આવી છે.

- text