મોરબીમાં જમીન-મકાનના ધંધાર્થીને મરવા મજબૂર કરનાર 4 વ્યાજખોરો સોમવાર સુધી રિમાન્ડ ઉપર

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આરાધના સોસાયટીમાં રહેતા જમીન – મકાનના ધંધાર્થી અને વ્યાજ વટાઉનો કમિશનથી ધંધો કરતા પ્રૌઢને આપઘાત માટે મજબૂર કરનાર ચાર વ્યાજખોરોને સોમવાર સુધી રિમાન્ડ ઉપર લેવાયા છે.

મોરબીના શનાળા રોડ ઉપર આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની હરેશભાઇ કાંતિલાલ સાયતા નામના પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ત્રણ પાનાની સ્યુસાઇડ નોટના આધારે તેમના પત્ની જ્યોતિબેને 15 આરોપીઓ વિરુદ્ધ તેમના પતિને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. વ્યાજખોરીના આ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તત્કાલ ગુન્હો નોંધી આરોપી ભીખાભાઇ ઉર્ફે અમરત લાલજી ભોજાણી, નરેન્દ્ર લાલજી ભોજાણી, ગિરીશ છબીલ કોટેચા અને જગાભાઈ દેવરાજ ઠક્કર નામના ચાર આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text

- text