મોરબીમાં દારૂ સહિતના બે ગુનામાં ફરાર શખ્સને રાજસ્થાનથી પકડી લેતી એસઓજી 

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દારૂ સહિતના બે ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો આરોપી મુરાદખાન લિયાકત અલી રાજડ પોતાના વતન બાડમેર હોવાની બાતમી મળતા એસઓજી ટીમે બાડમેર જઈને ત્યાંના જેલ રોડ ઉપરથી આરોપીને પકડી પાડી એ ડિવિઝનને સોંપી દીધો છે. એ ડિવિઝન પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text