મોરબીમાં સર્વે જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ૨૬મીથી શ્રીમદ ભાગવત સપ્તાહ 

- text


કથા વક્તા તરીકે શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે બિરાજશે 

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીમાં સમગ્ર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં શિવમંદિરના ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

કથાના વક્તા તરીકે મોરબીના ભાગવતાચાર્ય કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે (સંસ્કૃત વિશારદ ,જયોતિષ રત્નમ) બિરાજશે. જેમાં કથા પ્રારંભ વિ.સંવત ૨૦૮૦ ને ભાદરવા વદ ૯ ને તા. ૨૬ને ગુરુવારથી અમાસને બુધવાર તા.૨ ના રોજ કથા વિરામ થશે.

- text

કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધી નો રહેશે.આ કથા માં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિના લાભ લેવાં માટે તેમજ વિશેષ માહિતી માટે મો.8000911444 ઉપર શાસ્ત્રીજી નો સંપર્ક કરવો. કથા શ્રવણ માટે સૌ ધાર્મિક ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text