રાહુલ ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરનારા નેતાઓ સામે ફરિયાદ નોંધવા મોરબી કોંગ્રેસની માગ

- text


મોરબી કોંગ્રેસના નેતાઓએ મોરબી જિલ્લા પોલીસ વડાને પાઠવ્યું આવેદનપત્ર

મોરબી : લોકસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા અને મારી નાખવાની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવી હોય વિવિધ નેતાઓના આવા અપમાનજનક ટિપ્પણીઓ સામે આજે મોરબી કોંગ્રેસના નેતાઓએ મોરબી જિલ્લા પોલીસ વડાને મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવી ટિપ્પણીઓ કરનાર ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવા જણાવ્યું હતું.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના નેતાઓએ આજે મોરબી જિલ્લા પોલીસ વડાને મળીને આ અંગે આવેદનપત્ર આપી આવા વિવાદિત નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવા માગ કરી છે.

કોંગ્રેસ નેતાઓના જણાવ્યા પ્રમાણે ભાજપના નેતા તરવિન્દરસિંહ મારવાહએ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શિંદે જુથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ઈનામ આપવાની વાત કરી હતી. રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ રાહુલ ગાંધીને આતંકવાદી સાથે સરખાવ્યા હતા. જ્યારે ભાજપના નેતા અને યુપી સરકારના મંત્રી રઘુરાજસિંહે પણ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવ્યા હતા. ત્યારે ભાજપ નેતાઓના આવી નફરત ભરેલી ટિપ્પણીઓ કરે છે અને આ ટિપ્પણીઓ અને નિવેદનો ગુજરાત સહિત દેશભરના પ્રિન્ટ, સોશિયલ અને ઈલેકટ્રોનિક મીડિયામાં પ્રગટ થયેલ છે. તેથી આવા નિવેદનો કરનારા નેતાઓ સામે ફરિયાદ દાખલ કરી પગલાં ભરવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી છે.

- text

- text