મોરબીમાં પોલીસ કેસ પાછો ખેંચી લેવાનું કહી પતાવી દેવાની ધમકી

- text


સામાપક્ષે પણ હુમલો કરી બાઇકમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી બે શખ્સોએ તલવાર જમીન ઉપર પછાડી જાનથી મારી નાખવા ધમકી આપવા મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, સામાપક્ષે પણ ઢોકળાનું મશીન લેવા જતા આરોપીઓએ એકસંપ કરી હુમલો કરી બાઇકમાં નુકશાન કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અરવિંદ ડાયાભાઇ પરમારે આરોપી ગિરીશ નારણભાઇ કણઝારીયા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓએ આરોપી ગિરીશ વિરુદ્ધ 2017મા નોંધાવેલ ફરિયાદ પાછી ખેચવાનું કહી જમીન ઉપર તલવાર પછાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

- text

સામાપક્ષે ગિરીશ નારણભાઇ કણઝારીયાર આરોપી પ્રભુ પરમાર, પાંચા પરમાર, જગા પરમાર, મુન્ના પરમાર તેમજ પ્રકાશ પરમાર વિરૂદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે તેઓ વજેપરમાં બાઈક લઈ ઢોકળાનું મશીન લેવા જતા આરોપીઓ જોઈ જતા અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી બાઇકમાં નુકશાન કર્યું હતું. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text