પ્રાથમિક વિભાગના કલા મહોત્સવમાં હળવદની મંગલમ્ વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


સરવૈયા દેવાંશીએ ચિત્ર સ્પર્ધામાં, પટેલ હેરીએ બાળ કવિ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો

હળવદ : બાળકોની પ્રતિભા ખીલવવા સરકાર દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓ અંતગર્ત દર વર્ષ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. QDC કક્ષાના કલા મહોત્સવ બાદ આજે ઘનશ્યામપુર ખાતે C.R.C કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાની વિવિધ 10 શાળાઓના 40 સ્પર્ધકો પોતાની શાળામાં નંબર મેળવી આ કક્ષા સુધી પહોંચ્યા હતા. ચિત્ર, બાળ કવિ, સંગીત ગાયન અને સંગીત વાદન આ ચાર પ્રકારની સ્પર્ધામાં હળવદની મંગલમ્ વિદ્યાલયની વિદ્યાર્થિઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં સરવૈયા દેવાંશીએ ચિત્ર સ્પર્ધામાં, પટેલ હેરીએ બાળ કવિ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે જલું હરદેવે સંગીત ગાયન સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારે પરંપરા ઉચ્ચ પરિણામની આ સંસ્થા સૂત્રને મંગલમ્ વિદ્યાલયે ફરીથી સાકાર કર્યું છે.

- text

- text