ગ્રીસમાં CBIS B2B ગ્લોબલ મીટ યોજાઈ : સિરામિક ટાઇલ્સે જમાવ્યું અનેરૂ આકર્ષણ

 

ઇવેન્ટમાં ખરીદદારોએ ભારતીય સપ્લાયર્સ સાથે ભાગીદારી કરવા રસ દાખવ્યો, હવે નજીકના ભવિષ્યમાં સફળ વેપાર થવાની પણ પ્રબળ શકયતા

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : CBIS B2B ગ્લોબલ મીટ 17 સપ્ટેમ્બર 2024ના રોજ એથન્સના એથેનેયમ ઈન્ટરકોન્ટિનેંટલમાં યોજાઈ હતી. જેને ભવ્ય સફળતા મળી હતી. આ ઇવેન્ટમાં ગ્રીસ અને નજીકના પ્રદેશોના મોટા ખરીદદારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં ભારતીય ઉત્પાદકોની ઉચ્ચ ગુણવત્તાવાળી સિરામિક ટાઇલ્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આ ઇવેન્ટમાં ખરીદદારોએ ભારતીય સપ્લાયર્સ સાથે ભાગીદારી કરવા રસ દાખવ્યો હતો. એટલે હવે ભવિષ્યમાં સફળ વેપારની શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઇવેન્ટમાં ફક્ત ભારતના સિરામિક ઉદ્યોગની શક્તિનું પ્રદર્શન નહીં, પણ ભારત સિરામિક પ્રોડક્ટની ક્વોલિટીમાં બેસ્ટ છે તે પણ સાબિત કર્યું હતું.

આ ઇવેન્ટ વિદેશી ખરીદદારો સાથેના વેપારના અવસરો આપનાર પ્લેટફોર્મ બન્યું છે. ગુણવત્તાવાળી સિરામિકની માંગ વધી રહી હોવાથી, CBIS B2B ગ્લોબલ મીટ જેવા ઇવેન્ટ ખરીદરો અને સપ્લાયરોને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ઉપરાંત ઉદ્યોગમાં સતત વૃદ્ધિ અને નવીનતા માટે માર્ગ ખોલે છે.

વધુ માહિતી માટે
સોનિયા મોદી
મો.9167702232
મો.9167702246
www.cbisexpo.com