મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

- text


પિતૃઓના મોક્ષાર્થે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે શ્રીમદ ભાગવત કથા

મોરબી : શ્રીમદ્દ ભાગવત એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. જીવન અને પરમાત્માના ઐક્યની કથા છે. પિતૃપક્ષમાં આપણે આપણા પૂર્વજોના મોક્ષ માટે કાગવાસ આપીએ, જયારે ભાગવત કથા સ્વયં સાક્ષાત મોક્ષગાથા છે. ત્યારે પિતૃપક્ષમાં મોરબીનાં જ આંગણે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે તારીખ 19 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથામાં દરરોજ સવારે 9-30 થી બપોરે 1 વાગ્યા સુધી ભાગવતકાર જગદગુર, દ્વારાચાર્ય, પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજજીના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવતકથા પ્રવાહિત થઈ રહી છે. આ કથામાં પધારી પિતૃઓના મોક્ષ, પધારતા સંતરત્નોના દર્શન અને કથાના દિવ્ય વચનામૃતનો લ્હાવો લેવા સૌને જણાવાયું છે. ભજન, ભોજન અને ભાગવતામૃતમ શ્રવણ કરવા સર્વે ગ્રામજનો, શહેરીજનો, સમાજસેવીઓ, ધર્મપ્રેમીઓ, સનાતન ધર્મની અને ગૌમાતાની ચિંતા-ખેવના કરનારાઓ, સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text