મોરબી બાયપાસ ઉપર ઓવરલોડ ડમ્પર રોડ ઉપર રેતી ઠાલવી ફરાર 

- text


મચ્છુ-3 ડેમના પુલ ઉપર રોડ વચ્ચે રેતીના ઢગલાથી ટ્રાફિકને અસર 

મોરબી : મોરબીમાં રેત અને ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, નંબરપ્લેટ વગરના વાહનોમાં ઓવરલોડ પરિવહન કરવાની સાથે જ જયારે-જયારે ખાણખનીજ વિભાગ ચેકિંગમાં નીકળે ત્યારે રોડ ઉપર જ માટી, કોન્ક્રીટ અને રરેતીના ઢગલા કરી નાસી જતા ડમ્પર ચાલકોએ ગઈકાલે પણ મોડીરાત્રે આવો જ ખેલ કરી બાયપાસ ઉપર મચ્છુ-3ના પુલ ઉપર રેતીનો ઢગલો કરી નાસી જતા અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

- text

મોરબી શહેર અને જિલ્લામાં ખનીજ અને રેતી ચોરી કરતા ખનીજમાફિયાઓ બેખૌફ બની પોલીસ, આરટીઓ અને ખાણખનીજ વિભાગની સાડીબાર રાખ્યા વગર જ નંબરપ્લેટ વગરના વાહનોમાં તાલપત્રી કે અન્ય આવરણ રાખ્યા વગર જ સતત દોડતા રહે છે અને જયારે-જયારે ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ કે સ્થાનિક ટીમ ચેકિંગમાં નીકળે ત્યારે નેશનલ હાઇવે ઉપર કે અન્ય જગ્યાએ રેતી-ખનીજ ઠાલવીને નાસી જતા હોય છે જેમાં ગઈકાલે મોરબી-કંડલા બાયપાસ ઉપર મચ્છુ-3 ડેમ નજીક જુના આરટીઓ પાસે આવા જ એક ડમ્પર ચાલકે રેતી રોડની વચ્ચે ઠાલવી દેતા ટ્રાફિક શાખાએ આ રેતી ઉપડાવી રસ્તો ક્લિયર કરાવ્યો હતો.

- text