યુનિવર્સિટી કક્ષાની યોગ સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજની ટીમો ચેમ્પિયન

- text


દોશી કોલેજના 6 વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ રમવા જશે

વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા 17 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની દોશી કોલેજની ભાઈઓ અને બહેનોની ટીમ ચેમ્પિયન બની છે. તેમજ દોશી કોલેજના 4 ભાઈઓ અને 2 બહેનો આમ કુલ 6 વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર ઓડીસા ભુવનેશ્વર મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. જેમના નામ નીચે મુજબ છે

નેશનલ કક્ષાએ રમવા જનાર વિદ્યાર્થી ભાઈઓમાં યાદવ મિલનકુમાર રાજુભાઈ જેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સરવૈયા આનંદ કનૈયાભાઈ જેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર) જેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ગોસ્વામી મેહુલવન અમરવન આમ કૂલ ચાર ભાઈઓની નેશનલ લેવલ પર રમવા જવા માટે પસંદગી થઈ છે. જ્યારે બહેનોમાં ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર) જેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ડાભી અસ્મિતા એમ બે વિદ્યાર્થિનીઓની નેશનલની ટીમમાં પસંદગી થઈ છે.

આ બાબત વાંકાનેર અને દોશી કોલેજ માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કોલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

- text

ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી ભાઈઓ 1. યાદવ મિલનકુમાર રાજુભાઈ (વાંકાનેર), 2. સરવૈયા આનંદ કનૈયાભાઈ (જોધપર), 3. વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર), 4. ગોસ્વામી મેહુલવન અમરવન (નવા વઘાસિયા), 5. સાપરા કૌશિક ગોપાલભાઈ (વાંકાનેર), 6. ડાભી સુરેશ મનસુખભાઈ (વરડુસર). ચેમ્પિયન થયેલા વિદ્યાર્થિનીઓમાં 1. ધુલેટીયા કિરણ કિશોરભાઈ (ગારીયા), 2. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર), 3. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા), 4. ડાભી અસ્મિતા અશોકભાઈ (ગારીયા), 5. મુંધવા પાયલ રૂડાભાઈ (ખેરવા), 6. થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા)નો સમાવેશ થાય છે.

- text